રીપોર્ટ કાર્ડ 2011
દસ વર્ષમાં માત્ર 4391 બાળ મજુરો મુક્તથયા
2001ના સેન્સસ પ્રમાણે ગુજરાતમાં બાળ મજૂરોનીસંખ્યા 4,85,530 છે. ભારતના 28 રાજ્યોમાં ‘વાઇબ્રન્ટ’ ગુજરાતનો ક્રમ નવમો છે. શ્રમ આયુક્તનીવેબસાઇટ સપ્ટેમ્બર, 2010માં એનએસએસનો સેમ્પલ ડેટા ટાંકીને જણાવે છે કે ગુજરાતમાંકુલ 3,99,820 બાળમજૂરોમાં શહેરી ગુજરાતનો ફાળો 86,130 છે,જ્યારે ગ્રામીણ ગુજરાતમાં 3,13,700 બાળ મજૂરો છે. આઆંકડાઓ પ્રમાણે 2001થી 2010 સુધીમાં ગુજરાતમાં બાળ મજૂરોની સંખ્યા 4,85,530થીઘટીને 3,99,820 થઈ છે. આનો અર્થએવો થયો કે દસ વર્ષના ગાળામાં માત્ર 85,710બાળમજૂરો ઘટ્યા.
સરકારઆરટીઆઈમાં શું કબુલ કરે છે?
દલિત હક રક્ષક મંચનાસેક્રેટરીએ તા. 26\11\2010નારોજ આરટીઈ હેઠળ કરેલી અરજીના જવાબમાં ગુજરાત રાજ્યની શ્રમ આયુક્તની કચેરીએ તા. 11\1\2011નારોજ આપેલા જવાબમાં નીચે મુજબના આંકડાઓ રજુ કર્યા હતા.
વર્ષ | ‘મુક્ત’ કરાયેલા બાળ મજૂરો | વર્ષ | ‘મુક્ત’ કરાયેલા બાળ મજૂરો | વર્ષ | ‘મુક્ત’ કરાયેલા બાળ મજૂરો |
1999 | 26 | 2003 | 36 | 2007 | 488 |
2000 | 71 | 2004 | 56 | 2008 | 1015 |
2001 | 69 | 2005 | 488 | 2009 | 611 |
2002 | 09 | 2006 | 888 | 2010 | 634 |
આરટીઆઈમાંખૂલેલા ઉપરોક્ત આંકડાઓ સરકારી વેબસાઇટ પર રજુ થતા ચિત્રથી કૈંક જુદી જ રજુઆત કરેછે. 1999થી 2010 સુધીમાં માત્ર 4391 બાળમજૂરોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તો પછી 84,710બાળમજૂરો કઈ રીતે ઘટી ગયા?
સ્થળાંતરીત બાળ મજૂરોનો કોઈ સર્વે થતો નથી
ઉપરોક્ત પત્રમાં શ્રમ આયુક્તનીકચેરી એવું પણ કબૂલ કરે છે કે વિભાગે સને 1991થી 2010 દરમિયાન રાજ્યમાં બાળ મજૂરોસહિત માઇગ્રન્ટ મજૂરોની સંભાવના ધરાવતા વિસ્તારોનો સર્વે કરેલ નથી. આવો સર્વેકરવામાં આવે તો કયા વિસ્તારમાં બાળ મજૂરીને કારણે ડ્રોપ આઉટનો દર વધારે છે તેનીજાણ થઈ શકે છે. અને તેમ થાય તો જે તે વિસ્તારમાં આવા ડ્રોપ આઉટ બાળકોને ફરીથીશાળામાં દાખલ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય છે. ગુજરાતમાં બીટી કોટનનાખેતરોમાં જુલાઈથી સપ્ટેમ્બરની સીઝન દરમિયાન એક લાખ આદિવાસી બાળકોને તેમનું ભણતરછોડાવીને મજૂરીએ લગાવી દેવામાં આવે છે. બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાઓમાં આવાબાળકોનું મોટું પ્રમાણ છે.
કચેરી એ પણ સ્વીકારે છે કે અન્ય રાજ્યોમાંથીગુજરાતમાં આવતા સ્થળાંતરીત મજૂરોની નોંધ રાખવા માટે કોઈ અલગ વ્યવસ્થાતંત્ર નથી.એટલું જ નહીં બાળ મજૂર સહિતના સ્થળાંતરીત મજૂરો માટે આંતર-રાજ્ય સંકલન સમિતિની પણરચના કરવામાં આવી નથી. આંતર રાજ્ય સ્થળાંતરીત અધિનિયમ અનુસાર સ્થળાંતરીત મજૂરોનુંતેમના મૂળ રાજ્યમાં તેમ જ જે રાજ્યમાં તેઓ સ્થળાંતર કરે છે તે રાજ્યમાંરજિસ્ટ્રેશન અનિવાર્ય હોય છે. ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા જેવા જિલ્લાઓના બીટીકોટનના ખેતરોમાં કામ કરવા દક્ષિણ રાજસ્થાનથી આવતા આદિવાસી બાળ મજૂરો કે પછીગુજરાતના ઇંટ ભઠ્ઠાઓમાં કામ કરવા કુટુંબ સહિત આવતા પરપ્રાંતીય મજૂરોનું ભયંકર શોષણથાય છે.
એક અન્ય આરટીઆઈના જવાબમાં તા. 05/12/2009ના રોજ શ્રમ વિભાગે કબુલ્યુ હતું કેતા. 01/04/2008થી તા. 31/03/09 દરમિયાન અમદાવાદ જિલ્લામાં માત્ર 37 (સાડત્રીસ) બાળ મજૂરોને ‘મુક્ત’ કરવામાં આવ્યા હતા અને તેમનું ‘પુન:સ્થાપન’ કરવામાં આવ્યું હતું. અમદાવાદ જેવામહાનગરના આ આંકડાઓ દર્શાવે છે કે શ્રમ વિભાગ કેવી ગોકળગાયની ગતિથી કામગીરી કરીરહ્યું છે.
અગરબત્તી બનાવો,
ઘરમાં બાળ મજુરી ચાલુ રાખો
આરટીઆઈ અરજીના પ્રતિભાવમાં શ્રમ આયુક્તનીકચેરીએ જણાવ્યું હતું કે વિભાગ બાળ મજૂરોના પુન: સ્થાપન માટે અગરબત્તી બનાવવાની કીટવહેંચી રહ્યું છે. બીજી તરફ, બાળ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986 હેઠળકુલ 65 પ્રક્રિયાઓને પ્રતિબંધિત ઠેરવવામાં આવી છે અને તેમાં બાળ મજૂરોનો વિનિયોગકાયદેસર ગુનો છે. જે પ્રક્રિયાને કાયદા હેઠળ જોખમી ગણીનેપ્રતિબંધિત ઠેરવવામાં આવી હોય તે જ પ્રક્રિયાને લગતી કીટ શ્રમ વિભાગ પોતે વહેંચીરહ્યું હોય અને તે પણ બાળ મજૂરોના પુન: સ્થાપન માટે, તેનાથી મોટી કરુણતા શી હોઈ શકે છે?
આ કહેવાતા સરકારી પુન: સ્થાપનનું બીજું આઘાતજનક પાસુ એ છે કેઅગરબત્તી વણવાની કીટ (અને તે પણ પ્રતિબંધિત હોવા છતાં!) વહેંચવા સિવાય શ્રમ વિભાગ આ બાળકોનાપુન:સ્થાપન માટે કોઈ અન્ય કામગીરી કરતું નથી. જેમ કે નોડલ વિભાગ તરીકે શ્રમ વિભાગની એજવાબદારી છે કે તેણે આ બાળકોના શૈક્ષણિક પુન: સ્થાપન માટે શિક્ષણ વિભાગને જણાવવુંજોઇએ, પરંતુ શ્રમ વિભાગ કહેવાતા ‘મુક્ત’ કરાયેલા આ બાળકો અંગે શિક્ષણ વિભાગને જાણ કરતું નથી.
No comments:
Post a Comment